આખા દેશમાં શ્રી અમિતભાઇ શાહ ના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઠેક-ઠેકાણે અનેક સેવાકીય કાર્યક્રમો યોજાવાના છે ત્યાં ઊંઝામાં
આ વિશેષ સેવા કાર્યક્રમ અંતર્ગત
મેડીકલ કેમ્પ,જરૂરીયાતમંદોની આંખોની તપાસ અને 42 નંબરના ચશ્મા વિતરણ તેમજ સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરણ,
આગંણવાડીના બાળકોને મીઠાઈ વિતરણ કાર્યક્રમ વગેરે જેવા અનેક સામાજીક જરૂરી સેવાકીય આયોજનો તારીખ 22 ઓક્ટોબર, 2024 ના રોજ એ.પી. એમ. સી. ઉનાવા, ઊંઝા માં સવારે 9 વાગે યોજાશે.
સમગ્ર વ્યવસ્થાપક તરીકે APMC ઉનાવા ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રીઓ અને ઊંઝા તાલુકા- શહેર ભાજપા સંગઠન સક્રિય રહેશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર