હીરાઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી વ્યાપેલી ઘેરી મંદી વચ્ચે બેંકનુંધિરાણ પણ ઘટતુંજતું હોવાનું હીરાઉદ્યોગકારો અનુભવી રહ્યા હતા. આ પ્રશ્ન બાબતે જીજેઈપીસી અને અગ્રણી બંકો સાથે એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્તમાન પડકારજનક સમયમાં બેકિંગ ભાગીદારો હીરા ઉદ્યોગને મજબૂત સહયોગ કરે એ બાબતે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગત મુજબ, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી) તરફથી મુંબઈ ખાતે અગ્રણી બેંકરો સાથે એક ઇન્ટેરેક્ટીવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરમેન વિપુલ શાહે જણાવ્યું કે,હીરાઉદ્યોગના પડકારજનક સમયમાં બેકિંગ ભાગીદારો તરફથી સતત સમર્થન મળે એ મહત્ત્વપૂર્ણ રહેશે. આ સાથે તેમણે અપીલ કરી હતી કે, વર્તમાન સમયમાં બેકિંગ ભાગીદારો ઉદ્યોગને મજબૂત કરવા સહયોગ કરે.હીરાઉદ્યોગમાં મંદીને કારણે નાણાકીય પડકારો હોવાથી ઉદ્યોગ વિકાસ અવરોધરૂપ બને છે તેથી હીરાઉદ્યોગકારો અને બેંકોએ સાથે મળીને એવા ઉકેલ શોધવા જોઈએ કે બંનેને લાભદાયી થાય અને હીરા ઉદ્યોગ સ્થીર સાથે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરે. આ સાથે વિપુલ શાહે વર્તમાન સમયમાં હીરાઉદ્યોગને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેનો ચિતાર રજૂ કરી ઉલ્લેખ્યું કે, અમેરિકા અને ચીન જેવા મુખ્ય બજારોમાં નેચરલ પોલિશ્ડ ડાયમંડની માંગમાં ઘટાડો તથા હીરાના વેપારને અસર કરતી ભૌગોલિક- રાજકીય પરિસ્થિતિ પણ ઉલ્લેખી હતી. અવરોધ હોવા છતાં તેમણે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગની સ્થિતિ સ્થાપકતા પર પ્રકાશ પાડ્યો હતો.વધુમાં જીજેઇપીસી તરફથી અપીલ કરવામાં આવી હતી કે, એમએસએમઈએસ માટે વ્યાજ સમાનતા યોજના પર રૂપિયા પ૦ લાખની મર્યાદાને કારણે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રને નાણાંકીય જરૂરિયાતો પૂર્ણ થઈ શકતી નથી. હીરાઉદ્યોગને અસરકાર રીતે ટેકો આપવા અને મદદ કરવા માર્ચ ૨૦૨૬ સુધી આ યોજનાનો લાભ વધારવાની માંગ કરી હતી. આ બેઠકમાં હીરાઉદ્યોગના વિશ્લેષક પ્રણય નાર્વેકરે ઉલ્લેખ્યું કે, હીરા ઉદ્યોગમાં પડકારો હોવા છતાં ઉદ્યોગ સ્થિર થવાની આશા છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંકના નીરજ શાહે જણાવ્યું કે, જેમ એન્ડ જ્વેલરીનો ભવિષ્ય ઉજ્જવળ છે પરંતુ તેના માટે સહયોગી અભિગમ, નવીનતા, ટકાઉપણું તથા નૈતિક પ્રથા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સાથે મળીને કામ કરીને હીરાઉદ્યોગ વર્તમાન પડકારોને પાર્ક કરી શકે છે.
Author: Ashok kumar Jiyani
Co editor in chief