કાર ચાલકે ટક્કર મારતા સ્કૂલવાન પલટી ખાઈ ગઈ, પાંચ બાળકોને સામાન્ય ઇજા

ડભોલી રાજ પેલેસ પાસે ત્રણ રસ્તા પર સ્કૂલ વાનને એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી. જેને કારણે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી. સ્કૂલ -વાનમાં બેઠેલા પાંચ બાળકોને સામાન્ય ઇજા થઈ હતી. અજાણ્યા કાર ચાલક વિરોધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.વાત્સલ્ય સ્કૂલના પ્લે ગ્રુપ નર્સરીમાં અભ્યાસ કરતા પાંચ વર્ષના વિદ્યાર્થીઓની ૨૯ વર્ષીય દેવાંગ સતીશ પટેલ વર્દી ભરે છે. આજરોજ વાત્સલ્ય સ્કુલના ૮માંથી ત્રણ બાળકોને ઘરે મૂકીને બાકીના બાળકોને મૂકવા જઈ રહ્યા હતા. ત્યારે ડભોલી રાજ પેલેસ પાસે આવેલા ત્રણ રસ્તા પર એક મરૂન રંગની વોલ્સ વેગન કાર નંબર જીજે ૧૬ સી.એસ ૮૬૧૫ના ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. જેને કારણે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ. સતીષભાઈએ વાનનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા અને વાનમાં બેઠેલા પાંચ બાળકોને બહાર કાઢ્યા હતા. પાંચ બાળકોને સામાન્ય ઈજા થઈ હતી.વાન પલટી ખાઈ ગઈ ત્યારે અજાણ્યો કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. સતીષભાઈએ બાળકોને ઘરે પરત મૂક્યા બાદ, પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ