સુરતઃ જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ઈકો કાર ઓલપાડ તાલુકાના ગામમાંથી સુરત શહેરમાં દેશી દારૂ લઈ જવાની છે. જે બાતમીના આધારે પોલીસ તેના ગામની સીમમાં વોચ મા હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવતાં કારમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં, અને બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે અ.હે.કો. પંકજ મનહરભાઈ, અ.હે.કો. ગૌતમ ઘેલાભાઈ તથા પો.કો. અનિલ વિક્રમભાઈ ને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની કારમાં દેશીદારૂ ભરીને ધનશેર થી સુરત સીટી માં પસાર થવાનો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી/ પેરોલ ફર્લો શાખાના કર્મચારીઓએ તેના ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમી વાળી ઇકો કાર આવતા નાકાબંધી કરી કારને અટકાવી હતી. ત્યારબાદ, કારમાં તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના કેરબા માં ભરી લઈ જવાતો દેશીદારૂ નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી રાહુલ સહાની અને સુજીત બંસીધર રામને ઝડપી પુછપરછ કરી દારૂ આપનાર સુશીલા પટેલ અને દેશીદારૂ મંગાવનાર લક્ષ્મી પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ૧.૪૦ લાખની કિંમતનો દારૂ, ૧ લાખ રૂપિયાની ઈકો કાર, મળી કુલ ૨.૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Author: Ashok kumar Jiyani
Co editor in chief