August 21, 2025 12:23 am

મહંત શ્રી નારાયણ શરણદાસજી મહારાજ (કર્દમ આશ્રમ, સિદ્ધપુર) ના માતૃશ્રી સંત શ્રી રામદાસી ગોલોક નિવાસી થયા,

 

પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ.

જગતભરનું પ્રખ્યાત માતૃગયાતીર્થ સિદ્ધપુરમાં પવિત્ર નદી કિનારે કર્દમ આશ્રમ જેની છત્ર-છાયામાં ફૂલો – ફાલ્યો તે સંત શ્રી રામદાસી સમગ્ર પરિવારને સોકાતુર અવસ્થામાં છોડીને 88 વર્ષની ઉંમરે કાયમ માટે ગોલોક નિવાસી થઇ ગયા.

સંત શ્રી રામદાસી ગુરુ શ્રી હરીપ્રિયાદાસજી મહારાજનો જન્મ 1936 માં બુલંદશહર, ઉત્તર પ્રદેશમાં પવિત્ર ગંગા નદીના કિનારે થયેલો.

એમણે નાની ઉંમર થી જ અનેક જગ્યાએ તપ કરેલું.તેમનું સમગ્ર જીવન જાણે એક તપસ્યા હતી.

જીવનનો મોટો ભાગ તપ અને સાધુ સંતોની સેવામા વિતાવેલો.

વ્રજ – વૃંદાવન માં પણ તેમને લાંબા સમય સુધી તપ કરેલું.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં નાડા ગામે શ્રી દેવજગન મહાદેવના મંદિરમાં વર્ષો સુધી તપ કરેલું.

1994 પછી બિંદુ સરોવર, સિદ્ધપુરમાં પણ ખુબ તપ- ભજન કરેલા,

સિદ્ધપુરના ભુદેવ – બ્રાહ્મણો પણ તેમના માટે ખુબ આદર ભાવ રાખતા.

ત્યાર બાદ જર્જરિત હાલતમાં રહેલા કર્દમ આશ્રમમાં આવી ખુબ સારી રીતે જીણોદ્ધાર કરાવી શક્ય સહયોગ આપ્યો. તેમને જીવનના અંત સુધી કર્દમ આશ્રમ પ્રત્યે ગાઢ લગાવ રહેલો.

તેમના સુપુત્ર મહંત શ્રી નારાયણ શરણદાસ મહારાજ અને સમગ્ર પરિવાર તેમની ખુબ સારી રીતે સેવા ચાકરી કરતો. ગઈ કાલે 4-11-24 સોમવારે સવારે 4 વાગે કર્દમ આશ્રમ, સિદ્ધપુરમાં જ તેમણે દેહત્યાગ કર્યો.

સવારે 10 વાગે સરસ્વતી નદીના પવિત્ર કિનારે જ તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો.

આવતી કાલે બુધવારે બપોર પછી 3 થી 5 માં કર્દમ આશ્રમ, સિદ્ધપુર તેમનું બેસણું રાખેલ છે.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો