August 20, 2025 12:19 pm

આખા દેશભરમા જીવદયામાં અગ્રેસર એવા જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝાએ 3 ટીમો બનાવી 45 સ્વયં સેવકો દ્વારા કુતરાઓને દવાની જરૂરિયાત વાળા અલગ અલગ ગામડાઓમાં ફરી જાતે જ સેવા કરી રહ્યા છે.

ભાઈબીજ તા. 3/11 થી તા.5/11/24 દરમિયાન બાઈક ઉપર શ્વાન સેવા યાત્રાનું 3 ટીમો બનાવી 45 સ્વયંસેવકો દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું. આ સેવા યાત્રા મહેસાણા,પાટણ અને બનાસકાંઠા

જિલ્લા ના *215 કરતા વધુ ગામો* ની મુલાકાત લઇ *2180 કરતા વધુ ખસ – પાઠા પડવા – ચાંદા પડવા – સુકવો વગેરે જેવા ચામડીના રોગોથી પીડાતા શ્વાનો* ની સારવાર કરવામાં આવી. તથા તાજેતરમાં વિવાયેલ કુતરીઓને લાડુ ખવરાવવામાં આવ્યા.

સાથે સાથે જુદા ગામોમાં ખસથી પીડાતા શ્વાનોની સારવાર માટેના કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા.

રાજય ભરમાં ફરી-ફરીને આ સેવાઓનો લાભ વર્ષોથી અનેક દુઃખી-અબોલ જીવોને મળી રહ્યો છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें