સુરતઃ લાભ પાંચમની સાંજે સીટીલાઈટ રોડ સ્થિત શિવપૂજા શોપિંગ સેન્ટરનાં ત્રીજા માળે આવેલાં જીમ- ૧૧માં શોર્ટ સર્કિટનાં પગલે આગ લાગી હતી. જીમ- ૧૧ નાં બે ભાગીદારો દ્વારા ભાડે અપાયેલાં મેઝેનાઇલ ફ્લોરમાં ચાલતાં એએલ- એફ હેર એન્ડ બ્યુટી લોન્જ માં ધુમાડાનાં ગોટેગોટા ફરી વળ્યા હતાં. જ્યાં બનાવેલાં ફર્નિચર અંતર્ગત ઇમર્જન્સી એક્ઝિટ ની વ્યવસ્થા ન હોવાના કારણે નોકરી કરતી બે સિક્કીમવાસી યુવતીઓનાં ગુંગળામણ નાં કારણે મોત નીપજયા હતાં. જેનાં પગલે ઉમરા પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી હાલ જીમ-૧૧ નાં ભાગીદાર અને એએલ- એફ હેર એન્ડ બ્યુટી લોન્ચનાં સંચાલક સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ઉમરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તા. ૬/૧૧/૨૪ ને લાભ પાંચમની સાંજે સાત વાગ્યાનાં અરસામાં સીટીલાઈટ રોડ સ્થિત શિવપૂજા શોપિંગ સેન્ટરનાં ત્રીજા માળે આવેલાં જીમ-૧૧ માં શોર્ટ સર્કિટનાં પગલે આગ લાગી હતી. આ પ્લોટના સંચાલક વસીમ ચૌહાણ અને તેનાં ભાગીદાર શાહનવાઝ મિસ્ત્રી એ ભાડે રાખેલી જગ્યાનાં મેઝેનાઇલ ફ્લોર અંતર્ગત એએલ-એફ હેર એન્ડ બ્યુટી લોન્ચ નાં સંચાલક દિલશાદ ખાન ને પેટા ભાડે જગ્યા આપી હતી. જેમાં બનાવવામાં આવેલા ફર્નિચરમાં ઈમરજન્સી એક્ઝિટ ની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. ફાયર દ્વારા નોટિસ આપવા છતાં તેમનાં દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીના કારણે બ્યુટી પાર્લરમાં નોકરી કરતી ચાર યુવતી માંથી ભાગવામાં અસફળ રહેલી બે યુવતી પૈકીની સિક્કિમ વાસી બિનુ હાંગમાં શરાજ લીમ્બુ (ઉ.વ.૩૦) અને મનીષા પૂર્ણબદ્ર દમાઈ (ઉ.વ. ૩૩) નું ગુંગળામણ નાં પગલે મોત નિપજ્યું હતું. એફએસએલ અને ફાયર વિભાગ દ્વારા લેખિત મળેલા પ્રમાણનાં પગલે ઉમરા પોલીસ દ્વારા ગતરોજ તપાસ કરનારા અધિકારી પોસઈ એચ. એ સોલંકીની ફરિયાદ લઈ જીમ -૧૧ નાં સંચાલક વસીમ ચૌહાણ તથા તેનાં ભાગીદાર શાહનવાઝ મિસ્ત્રી અને એએલ-એફ હેર એન્ડ બ્યુટી લોન્જ નાં સંચાલક દિલશાદ ખાન વિરુદ્ધ બી.એન.એસ ની કલમ ૧૦૫, ૧૧૦ તથા ૫૪ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી પટેલ દ્વારા આજરોજ જીમ-૧૧ નાં સંચાલક શાહનવાઝ હારૂન મિસ્ત્રી (ઉ.વ. ૩૦, હાલ રહે. એ/૭૦૩, સ્ટેસ એપાર્ટમેન્ટ, જિલ્લાની બ્રિજની બાજુમાં, અડાજણ પાટીયા, સુરત. કાયમી રહે. ૧૭૯, અંબર કોલોની, ઉધના દરવાજા, સુરત. મુળ વતન. સીકર, ઇન્દિરા હોસ્પિટલ ની પાછળ, વશેરા નિવાસ, તા.જી. સીકર, રાજસ્થાન) અને એએલ- એફ હેર એન્ડ બ્યુટી લોન્ચનાં સંચાલક દિલશાદ ઉર્ફે અરમાન સલીમ ખાન (ઉ.વ. ૩૨, રહે. ઘર નં. બી-૧૭/૧૯૨, ડી- માર્ટ પાસે, મુસ્લિમ પટેલ મહોલ્લો, રાજુભાઈનાં મકાનમાં, અડાજણ ગામ, સુરત. મુળ વતન. ઘર નં. ૬૮૨, લક્ષ્મી ગાર્ડન, આઈ.ટી.આઈ પાસે, યમુના નગર, જગાધરી, હરિયાણા) સહીત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief