ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ચંદ્રાવતી ગામે શ્રી કુંવારીકા માતાજીનો “ફોટો પ્રાણ પ્રતિષ્ઠા” મહોત્સવ યોજાયો
પાટણ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના ઉદ્યોગમંત્રી અને કેબિનેટમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત આજરોજ સિદ્ધપુર તાલુકામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા. જે અંતર્ગત સિદ્ધપુર તાલુકાના બિલીયા ખાતે શ્રી કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ત્રીસમા સમૂહ લગ્નમાં તેમની પ્રેરક ઉપસ્થિતમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં પ્રભુતામાં પગલાં પાડનાર ૨૫ નવ દંપતીઓને મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે લગ્નજીવનની શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.
આ ઉપરાંત સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામે આયોજિત શ્રી કુવારિકા માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. ચંદ્રાવતી ગામની પવિત્ર તપોભૂમિ પર શ્રી કુંવારીકા માતાજીનો “ફોટો પ્રાણ પ્રતિષ્ઠા” મહોત્સવમાં ઉપસ્થિત રહી દર્શન કરી તેમણે આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ માતાજીના આશીર્વાદ સદાય ગ્રામજનો પર બન્યા રહે એવી પ્રાર્થના સાથે મંત્રીશ્રીએ દીકરા દીકરીઓને ભણાવવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે શ્રી દિલીપસિંહ ઠાકોર – તાલુકા પંચાયત પ્રમુખ, શ્રી હરેશભાઈ પટેલ – સરપંચશ્રી, બાબુજી રાજપૂત, શ્રી રતનજી રાજપુત, શ્રી જીતુજી રાજપુત, શ્રી શંકરજી રાજપુત, શ્રી પથુંજી રાજપુત, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી જશુભાઈ પટેલ, શ્રી પ્રવિણજી ચેનાજી, શ્રી રામસિંહ ઝાલા, શ્રી બાબુજી માસ્તર, શ્રી શિવાજી રાજપુત, શ્રી લાલુભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
