April 4, 2025 10:15 pm

કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જગન્નાથ પૂરા ખાતે “૨૧ મો પ્રતિભા સન્માન સમારોહ તથા સભાકક્ષનો ઉદઘાટન સમારોહ” યોજાયો

 

કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

સ્કીલ બેઝડ એજ્યુકેશનએ આવનારા સમયની માંગ છે:-કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત

મોબાઇલનો સદઉપયોગ કરવા વિદ્યાર્થીઓને અપીલ કરતા મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિદ્ધપુર તાલુકાના જગન્નાથ પૂરા ખાતે આજરોજ શ્રી બાવનગોળ રાજપુત સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ-સિધ્ધપુર દ્વારા આયોજીત “૨૧ મો પ્રતિભા સન્માન સમારોહ તથા સભાકક્ષનો ઉદઘાટન સમારોહ” કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમજ સમાજના દાતાઓને કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે શિક્ષણ એ કોઈપણ સમાજની પ્રગતિનો આધાર છે. વર્તમાનમાં આપણે ક્યાં છીએ એનું ચિંતન કરી સમાજની શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ પર ભાર મૂક્યો હતો. વિકાસની તકો કેવી રીતે પ્રાપ્ત થાય , તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને એનો લાભ જે તે વ્યક્તિ સુધી પહોંચાડી શકાય એ સમાજ સેવાનો ભાવ પ્રગટ કરવાનો સૌથી મોટો અવસર છે. સમાજના છેવાડાના માનવીને વિકાસની તક મળે એ માટે સમાજ અગ્રણીઓ અને દાતાઓએ ચિંતન કરવું પડશે.

વધુમાં મંત્રી શ્રી એ જણાવ્યું કે આજના મોબાઈલ યુગમાં મોબાઇલનો સદુપયોગ કરી તેના દ્વારા કઇ રીતે વિકાસ કરી શકાય એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને મોબાઈલનો સદુપયોગ કરવા જણાવી દીકરીઓના ભણતર પર ભાર મૂક્યો હતો. આજના ડિજિટલ યુગમાં શિક્ષણની પરિભાષા બદલાઈ છે, આજનો સમય હરીફાઈનો છે, નવા અભ્યાસક્રમો અને નવા વ્યવસાયોથી વાકેફ બની વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલોપમન્ટ અપનાવવા અનુરોધ કર્યો હતો.

સમગ્ર ભારતમાં સૌથી પહેલાં સેમી કંડકટર ચિપ નિર્માણનો પ્લાન્ટ ગુજરાતના સાણંદ ખાતે સ્થપાયો છે. ઉત્તર ગુજરાતના એક લાખથી વધુ લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે. દુનિયાની અગ્રણી એકસો કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે. ૪૫૦૦ કરોડથી વધુના એમ.ઓ.યુ થયા છે. ભારત મહા સત્તા અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે આ પરિવર્તનને અપનાવી બદલાવું પડશે. આવનારા સમયમાં સ્કીલ બેઝ જોબનું વાતાવરણ નિર્માણ થવાનું છે ત્યારે વિદ્યાર્થીઓને સ્કીલ બેઝ અજેયુકેશન અપનાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે સન્માન પામનાર ધોરણ ૧૨ની વિદ્યાર્થિની પલકબેન નરેન્દ્રસિંહ રાજપૂતે વિદ્યાર્થીનીઓને ભણવા માટે અપીલ કરતાં મંત્રી શ્રીના હસ્તે સન્માન બદલ ખુશી વ્યક્ત કરી હતી. મંત્રી શ્રીની સમાજ ઉપયોગિતા અને દાતાની છબીને વિદ્યાર્થિની પલકે બિરદાવી ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો.

જ્યારે ધોરણ સાતમાં ૯૭ ટકા પ્રાપ્ત કરનાર અને બાવન ગોળ રાજપૂત સમાજમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિની વૈદેહી જીતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે આજે સન્માન થતાં ખૂબ ખુશી થાય છે. મંત્રીશ્રી એ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં દેશના કલ્યાણ અને ગૌરવ માટે વિદ્યાર્થીઓની ભૂમિકા અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સમાજના દાતા અને ઉદઘાટક શ્રી જસવંતસિંહ રાજપૂત, પ્રમુખશ્રી શંકરસિંહ રાજપૂત, શ્રીમતી પન્ના બા રાજપૂત, શ્રી રણજીતસિંહ, શ્રી મહેન્દ્રસિંહ સહિત સમાજ અગ્રણીઓ, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें