April 4, 2025 9:59 pm

બીલીમોરાના દેવસર ના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલ આગમાં ત્રણ યુવાનો બળીને ભડથું

બીલીમોરાના દેવસર ગામની હદમાં આવેલ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં સવારે અચાનક આગ લાગતાં ત્રણ યુવાનો ઘટના સ્થળે બળીને ખાખ થઈ ગયા હતા. ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેઓને બીલીમોરા અને વલસાડની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.પ્રાપ્ત માહિતી પ્રમાણે ગણદેવી તાલુકાના દેવસર ગામમાં બીલીમોરા-ગણદેવી રોડ પર આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કેમીકલ ભરેલા ડ્રમ ઉતારતાં અને કેટલીક વસ્તુઓ ચડાવતી વખતે અચાનક આગ ફાડી નિકળતાં ગોડાઉન મેનેજર અનુપકુમાર મોહરસિંહ નૂનીયા (ઉં.વ. ૩૫) રહે. વ્યંકટેશનગર,દેવસર, બીલીમોરા, મજૂરી કામ કરતા નિતેશ અરવિંદભાઈ પટેલ (ઉં. વ. ૩૬) રહે. કાંકરાખાડી,બીલીમોરા અને ચકો ઉર્ફે શૈલેષ ધીરુભાઈ આહિર (ઉં.વ.૪૧) રહે. આહીરવાસ, દેવસરના બળી જવાથી કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ટ્રક ડ્રાઈવર જિતેન્દ્રસિંગ,શ્રમજીવી જગદીશ ગઢિયા, મુકેશ પટેલ અને હેમંત જોબેકર ગંભીર રીતે દાઝી જતાં તેઓને પ્રથમ બીલીમોરાની મેંત્રુસી (સરકારી) હોસ્પિટલ અને ત્યાંથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે ગોડાઉનની જગ્યા બીપીનભાઈ મંગુભાઈ આહીર (દેવસર)ની છે અને તેઓએ આ જગ્યા કેટલાક દુકાનદારોને તેમજ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીને ભાડે આપેલ છે. આજ તા. ૦૯/૧૧/૨૦૨૪ની સવારે આશરે ૮.૩૦ કલાકે બનેલી ઘટના સમયે જીતેન્દ્રસિંગ નામનો ડ્રાયવર સેલવાસથી ટ્રક લઇને આવ્યો હતો. અને તે ગોડાઉનમાં બેઠો હતો ત્યારે થીનર નામના કેમીકલના ૨૦૦ લીટરના ૧૨ નંગ મજૂરો દ્વારા ઉતારતા અને અન્ય સામાન ચડાવતા હતા ત્યારે અચાનક ભડકો થયો હતો. જોત જોતામાં આગ બેકાબુ બની હતી. જિતેન્દ્રસિંહ અને અન્યો ગોડાઉનમાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા જોકે ત્રણ કમનસીબ યુવાનો આગની લપેટમાં આવી જઈ મોતને ભેટ્યા હતા. આગની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી અને બીલીમોરા, ચીખલી તથા નવસારીની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી. અઢી કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. દરમ્યાન વિભાગના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ચીખલીના ઇ/ચા પ્રાંત અધિકારી ઇટાલીયા, ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ, મામલતદાર જગદીશ ચૌધરી, ભીખુ આહિર, શાંતિલાલ પટેલ દેવસરના સરપંચ ચેતનાબેન પટેલ, બીલીમોરાના અગ્રણીઓ, તબીબી સ્ટાફ વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની આ ઘટનાના પગલે મૃતકોના પરિવાર ઉપરાંત દેવસર ગામ તેમજ બીલીમોરા શહેરમાં ગમગીની પ્રસરી ગઈ હતી. બીલીમોરા અને નવસારી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें