મોટાભાગના સમાજોમાં દિવાળી પછી અનુકૂળતા મુજબ સ્નેહમિલન કાર્યક્રમ યોજાતા હોય છે. કેટલાક સમાજોમાં આ પોગ્રામ દશકાઓ પહેલા શરૂ થઇ ગયેલ. એવો જ એક સમાજ એટલે શ્રી આંટાવાળા કડવા પાટીદાર સમાજ, ઊંઝા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંઝાના સ્થાનિક કહી શકાય એવા શ્રી આંટા કડવા પાટીદાર સમાજ, ઊંઝા એ 29 મો વાર્ષિક સ્નેહમિલન અને પારિતોષિક સન્માન સમારંભ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તારીખ 08-11-2024 ને શુક્રવાર ના રાત્રે 8:30 વાગે શ્રી ઉમિયા માતા દેશની વાડી, ઊંઝામાં યોજાયેલ આ પોગ્રામમાં તેજસ્વી વિધાર્થી ભાઈ – બહેનોનું સમાજના મહાનુભવોની હાજરીમા સન્માન કરવામાં આવેલ.
સર્વ આયોજકોએ છેલ્લે તમામ દાતાઓ અને સેવકોનો આ આયોજન ને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo- 987 986 1970
