April 4, 2025 5:25 am

ઐઠોરમાં કુતરાઓને લાડવા ખવડાવી ભાવસભાર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુણ્યસ્મુતિ જીવંત રાખી ,,!! અબોલ સેવા, અનમોલ સેવા, જીવદયા એ જ પ્રભુસેવા

 

શિયાળામાં અનેક પ્રકારના ગરમ મસાલા અને પકવાન ખાઈને મસ્ત રહેવામાં માનનારો મતલબી આધુનિક માનવી રખડતા જીવોનું દુઃખ કેવી રીતે સમજી શકે??

શિયાળો એટલે જાણે સખત ઠંડીની ઋતુ.

માનવી તો અનેક પ્રકારે ઠંડી સામે પોતાનું રક્ષણ મેળવતો હોય છે, પણ રામ ભરોશે રહેનારા આ પશુ – પક્ષીઓનું કોણ?

આવા જ શુભ વિચાર સાથે ખૂણે ખૂણે વસતા જીવદયા પ્રેમીઓ પોતાની ઠંડીની ચિંતા કર્યા વગર ખેતરો કે વન – વગડામાં રહેતા આ લાચાર કુતરાઓની વહારે આવતા હોય છે.

દિવાળી પછી મોટાભાગે કુતરીઓને પ્રસુતિ કે બચ્ચાના પોષણનો તબક્કો ચાલતો હોવાથી અને ઠંડી સામે રક્ષણ મેળવવા સૌથી વધુ ગરમ અને પ્રોસ્ટિક ખોરાકની જરૂર રહેતી હોય છે.

ઐઠોર ગામમાં આવા જ શુભ વિચારોથી છેલ્લા 25 વર્ષથી અનેક પ્રકારની જીવદયાની પ્રવૃત્તિઓ અનેક સંઘર્ષ પછી પણ અમે એકધારી રીતે ચલાવી રહ્યા છીએ.

‘મફાભા શ્વાન રોટલીઘર’ ની સાથે-સાથે શિયાળામાં અનેક વાર કુતરાઓ માટે લાડવા બનાવી વિતરણ કરીએ છીએ.

ગયા વર્ષે સૌથી વધુ 11 જેટલી વાર કુતરાઓના લાડવા વિતરણનું કાર્ય મેં દાતાઓ, મિત્રો, પાટીદાર મહિલા મંડળ અને મારી સહયોગ ગ્રુપની ટીમ સાથે મળીને કર્યું હતુ.

આ વખતે શિયાળાની શરૂઆતમાં જ મારા જીવદયા પ્રેમી પિતાજીને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર શુદ્ધ તેલ- દેશી ગોળના મિશ્રણ સાથે લાડવા બનાવી કુતરાઓને ખવડાવી પુણ્યસ્મુતિ જીવંત રાખી છે.

ભુખ્યા કુતરાઓ ને લાડવા ખવડાવવાનો આનંદ અપાર હોય છે.

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें