અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચ તરફ દેસાઈ પેટ્રોલ પંપ નજીક ટ્રક નંબર આરજે ૨૭-ઓજી ૯૩૭૭ પૂરઝડપે પસાર થઇ હતી ત્યારે ચાલુ ટ્રક માંથી કેમિકલ ભરેલા બેરલ માર્ગ પર પડ્યા હતા. જેના પગલે બેરલમાંથી કેમિકલ લીક થયું હતું.આ અંગેની જાણ ટ્રક ચાલક ને થતા ટ્રકચાલકે ટ્રક થોભાવી દીધી હતી. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રક તેમજ બેરલ ને બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જોકે બેરલ માં જવલનશીલ કેમિકલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
Author: Ashok kumar Jiyani
Co editor in chief