સુરતઃ યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલ શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાનમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી સંચાલક અને ત્રણ ગાહકોની ધરપકડ કરી પોલીસે દેહવિક્રેયના ધંધામાંથી સાત મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર, યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલ શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન નં.૧૧૦ અને ૧૧૧માં કુટણખાનું ચાલતું હોવાની માહિતી સુરત શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચને મળી હતી. જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચની ટીમે દુકાનમાં ચાલતા કુટણખાના ઉપર રેડ પાડી દેહવિક્રેયના ધંધા માંથી સાત જેટલી મહિલાઓને મુક્ત કરાવી હતી. જયારે પોલીસે દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક બિશ્વારૂપ બારૂન દેય (ઉ.વ.૨૮ રહે. મચ્છી માર્કેટ પાસે નાનપુરા સુરત મૂળવતન પશ્ચિમબંગાળ) અનેત્રણ ગ્રાહકોની ધરપકડ કરી હતી.પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૧૪,૦૦૦ તથા રૂ.૩૬,૫૦૦ ના ૦૪ મોબાઈલ ફોન તેમજ લાઈટ બીલ મળી કુલ રૂ.૫૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ચારેય વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Author: Ashok kumar Jiyani
Co editor in chief