December 24, 2024 12:37 am

શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની ઉપસ્થિતિમાં નેપાળના સંસદસભ્યો માટે કાઠમંડુમાં ધ્યાનશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

શિબિરમાં સાંસદો સાથે ઉચ્ચસ્તરીય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા અને સમગ્ર વિશ્વમાં સમગ્ર યોગનો પ્રસાર કરનારા સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી હાલ નેપાળના પ્રવાસે છે. પૂજ્ય સ્વામીજીની પવિત્ર ઉપસ્થિતિમાં 22 નવેમ્બર, 2024ના રોજ પોલીસ હેડક્વાર્ટર, કાઠમંડુ ખાતે નેપાળના સંસદસભ્યો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સભાગૃહમાં પૂજ્ય ગુરુમા અને પૂજ્ય સ્વામીજીના આગમન બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ગુરુ આવાહન પછી પૂજ્ય સ્વામીજીના પાવન પ્રવચનનો પ્રારંભ ચૈતન્યપૂર્ણ વાતાવરણમાં થયો.

કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું, “સૌપ્રથમ તો હું નેપાળની સરકારનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કરવા માંગું છું.” પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે તમે જોયું જ હશે કે ગયા વર્ષે ભારતમાં ઘણી G-20 કોન્ફરન્સ યોજાઈ હતી અને બહુ બધી કોન્ફરન્સમાં બધી જગ્યાએ એક જ સૂત્ર લખવામાં આવ્યું હતું – ‘વસુધૈવ કુટુમ્બકમ્.’ હિન્દુ સંસ્કૃતિમાં આ સૂત્રવાક્યનું ઘણું મહત્ત્વ છે. પરંતુ જો કોઈ વિદેશી આવીને પૂછે કે આ કેવી રીતે શક્ય છે? તો શું આપણી પાસે આનો જવાબ છે? આખી દુનિયામાં સ્વીકાર્ય હોય એવી કોઈ પૂજાપદ્ધતિ, શાસ્ત્ર, ભાષા નથી. તો એવો કયો માર્ગ છે જેના દ્વારા ‘વસુધૈવ કુટુંબકમ્’નું આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય? વસુધૈવ કુટુંબકમ્ એટલે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, બધા સમાન છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની આપણા પૂર્વજોની કલ્પના ખાલી કલ્પના નહોતી. તેમણે આપેલ ‘વસુધૈવ કુટુંબકમ્’નો વિચાર યોગ પર આધારિત હતો. છેલ્લાં 30 વર્ષથી દુનિયાભરમાં ફર્યા પછી મને સમજાયું છે કે યોગ જ એકમાત્ર એવું માધ્યમ છે જેના દ્વારા માનવ માનવ સાથે જોડાય છે. તેથી જ આજે 72 દેશોના લોકો તેની સાથે જોડાયેલા છે. યોગાસન અને યોગ વચ્ચેનો તફાવત સમજાવતાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે યોગાસનનો સંબંધ શરીર સાથે છે, જ્યારે યોગનો સંબંધ ‘આત્મા’ સાથે છે. યોગાસન એ યોગ નથી, યોગાસનના નામે યોગનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 30 વર્ષથી સમાજમાં ધ્યાનસંસ્કારના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે અથાક પ્રયાસ કરી રહ્યા છે. તેઓ આ જ્ઞાનને નિ:શુલ્ક વહેંચી રહ્યા છે.લોકોને એમના આત્માનું જ્ઞાન આપીને પરમાત્મા તરફ લઈ જનાર આ ધ્યાનસંસ્કાર આજના સમયની માંગ છે. વિશ્વના 72 થી વધુ દેશોમાં આ ધ્યાનસંસ્કાર બિલકુલ નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ