સુરતઃ શહેરના હીરા ઉદ્યોગમાં મંદીના ભરડા વચ્ચે દિવાળી હજુ સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. ત્યારે વિતેલા બે દિવસમાં એક રત્નકલાકાર અને એક હીરા દલાલના આપઘાતના બનાવ બન્યા છે. આવા કપરા સમયે ફરી એક વખત સરકાર સમક્ષ રત્નકલાકારોને રામ ભરોસે રાખવાને બદલે તેમને મદદ કરવાની માગ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે.ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ અને રાજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું છે કે, હીરાઉદ્યોગમા છેલ્લા ઘણા સમય થી મંદી છે જેના કારણે દિવાળીના વેકેશન પણ વહેલા પડી ગયા હતા અને હજી ઘણા કારખાના ખુલ્યા જ નથી ત્યારે રતકલાકારોની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે આપઘાતના બનાવો વધવાની શક્યતા છે કારણ કે તારીખ, ૨૫/૧૧/૨૦૨૪ અને ૨૬/૧૧/ ૨૦૨૪ એમ બે દિવસમા એક રતકલાકાર તથા એક હીરા દલાલ અને એક રતકલાકારની પત્ની એમ બે દિવસમા ત્રણ આપઘાતના દુઃખદ બનાવો બન્યા છે. ત્યારે આવા કપરા સમયે સરકારે અને ઉધોગકારો એ રત્નકલાકારોને રામ ભરોશે રાખવાને બદલે તેમની પીડા સમજવી જોઈએ અને મદદ કરવા આગળ આવવું જોઈએ નહિતર આવા સમયે જે રત્નકલાકારોને મદદ કરવા આગળ નથી આવતા એવા લોકો ને સમય આગળ. આવ્યે રતકલાકારો પરચો બતાવવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઢગલાબંધ રજૂઆતો કરવા છતાં પણ સરકાર રતકલાકારોને મદદ કેમ નથી કરતી એ એક મોટો પ્રશ્ન છે.ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંત સિંહ રાજપૂત તથા રાજયકક્ષાના ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી રત્નકલાકારોને આર્થિક પેકેજ તથા રત્નદીપ યોજના સહિત ૬ માંગણી પુરી કરવા બાબતે રજૂઆત કરી હતી. હજુ પણ ઘણા કારખાના બંધ છે અને રત્નકલાકારો ભારે આર્થિક કટોકટીમાં ફસાઈ ગયા છે. ત્યારે સરકારે હવે રત્નકલાકારોની ધીરજની કસોટી કરવાને બદલે ત્વરિત મદદ કરવા આગળ આવવું જોઈએ નહિતર બહુ ખરાબ પરિસ્થિતિ થશે અને એના માટે સરકાર જ જવાબદાર ગણાશે. જોઈએ હવે રત્ન કલાકારો ની વ્હારે કોણ આવે છે. ચૂંટણી નાં સમયે બધા સારા સારા અને લોભામણા ભાષણો અને હૈયા ધરપત આપતા હોઈ છે કે અમે તમારી સાથે જ છીએ. આવા કપરા સંજોગોમાં રત્ન કલાકારો ની સાથે જોઈએ હવે કોણ ઉભુ રહે છે?.

Author: Ashok kumar Jiyani
Co editor in chief