‘શિક્ષણનો વિકાસ એ જ સમાજનો વિકાસ’ આ સૂત્ર પોતાના જીવનમાં વણી લેનાર સ્વ. ડૉ. આશાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય, ઊંઝા) સખ્ત મહેનત કરી સરકારી સાયન્સ કોલેજ, ઊંઝા માં મંજુર કરાવી.
સંજોગવસાત તેમનું અવસાન થતાં આ મહાન કાર્ય ત્યારના apmc ઊંઝા ના ચેરમેન દિનેશભાઇ પટેલ અને ઊંઝા apmc અને અન્ય દ્વારા પ્રસંસનીય રીતે વિશેષ રસ – રુચિ રાખી આ અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવી રહેલ છે.
ઊંઝા તાલુકાના સર્વ સમાજના વિધાર્થીઓ માટે સાયન્સના શિક્ષણ માટે વધુ દૂર જવું ના પડે તે હેતુથી ઉપયોગી આ કોલેજનું નામકરણ પણ ‘ડૉ. આશાબેન પટેલ સરકારી સાયન્સ કોલેજ, ઊંઝા’ રાખવામાં આવ્યું છે.
આ કોલેજથી સમાજને થનારો લાભ એજ સ્વ. આશાબેન પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે.
આ બનનારી બિલ્ડીંગનુ ખાત મુર્હત ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. સાથે સાથે ડૉ. આશાબેન પટેલના માતૃશ્રી અને પરિવારજનો પણ ખાસ હાજર રહ્યા હતા.
આ શુભ પ્રસંગે ઊંઝા apmc ના પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ સહીત અનેક હોદ્દેદારો – કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
