August 19, 2025 3:27 pm

ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ સુરત પોલીસ દ્નારા એન્ટી નાર્કોટિસ યુનિટ શરૂ કરાયું

સુરતઃ ડાયમંડ સિટી સુરતમાં પોલીસ દ્વારા રાજ્યનું આ પહેલું એન્ટિ નાર્કોટિસ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે, સિટીલાઇટ કેનાલ રોડ પર વેસુ પોલીસ સ્ટેશનની બાજુમાં એન્ટિ નાર્કોટિસ યુનિટની ઓફિસ કાર્યરત કરવામાં આવી છે. આ યુનિટને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે.આ યુનિટ દ્વારા ખાસ કરીને ડ્રગ્સના બંધાણી હોય તેવા લોકોને સુધારવાનું કામ કરવામાં આવશે.એટલું જ નહીં, ડ્રગ્સના રવાડે યુવક કેવી રીતે ચઢ્યો અને તેના મિત્રો કેવા છે તેની તમામ માહિતીઓ એકત્રિત કરીને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જેથી કરીને ડ્રગ્સ ક્યાંથી આવે છે અને યુવાવર્ગને બરબાદ કરવા પાછળ કોણ કોણ સામેલ છે તેની પણ તપાસ કરાશે. આ કામગીરી માટે સ્પેશિયલ ઓપરેશન ગૃપના ૨ પીએસઆઈ અને ૧૦ પોલીસકર્મીઓ તૈનાત રહેશે સાથે મનોચિકિત્સકની સાથે લોકોને ડ્રગ્સના ભરડામાંથી બહાર કાઢવા માટે કાઉન્સેલિંગ કરવા સહિતની કામગીરી માટે પોલીસની સાથે ૫ સંસ્થાઓ પણ જોડાશે. જેમાં ડુમસ ખાતે આવેલ સુરતનું અગ્રણીય વ્યસનમુક્તિ કેન્દ્ર જય અંબે વ્યસનમુક્તિ કેન્દ્રના કાઉન્લિર હાજર રહ્યા હતા, તેઓ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને શુભેચ્છા મુલાકાત કરી ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ના કેમ્પેઇનને આગળ વધાવવા સહકાર આપીશું તેમ જણાવ્યું હતું.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ