ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં ગામડાઓ ડુંગરો પર છુટા છવાયા હોય ત્યારે રોજિંદો લીલો સૂકો કચરો નીકળતો નથી તેમ છતાંય જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવા માટે બુદ્ધિનું પ્રદર્શન કરી કચરો ઉઠાવવા લાખો રૂપિયાના ખર્ચે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી કરી હતી અને તેનુ લોકાર્પણ પણ બે ત્રણ દિવસ પૂર્વે ગુજરાત
વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતું. જોકે લોકાર્પણ થયા ના થોડા દિવસોમાં જ તેને કડવી વાસ્તવિકતા સામે આવી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. આહવા નગરમાં કેટલાક મજૂરો આ ઇ રીક્ષા ને ધક્કો મારીને લઈ જતા જોવા મળ્યા હતા ત્યારે આ રીક્ષાની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉદભવી રહ્યા છે. કારણ કે નવી નકોર રિક્ષાને ધક્કો મારવો પડે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય.૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નભતા હોય ચોમાસા બાદ રોજગારી મેળવવા અન્ય જિલ્લાઓમાં હીજરત કરતા હોય છે. ગામડાઓમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સુક્કો કચરાનાં નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે દરેક ગ્રામ પંચાયત દીઠ ઇલેક્ટ્રિક રીક્ષાઓની ખરીદી કરીને લોકાર્પણ કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતુ. કેમકે ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં ઘરો ઢોળાવ ડુંગરો પર છૂટાછવાયા હોય રોજિંદા લીલો સુક્કો કચરો નીકળતો પણ ન હોય ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરોપયોગ કરવા માટે જ ઈલેક્ટ્રિક રીક્ષા ખરીદી હોવાની ચર્ચા જિલ્લા પંચાયત વર્તુળમાં ઉઠવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. જોકે આ ઇ રિક્ષાના લોકાર્પણ બાદ તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે.કારણ કે ગ્રામ વિકાસ એજન્સીના મનસ્વી કારભારના કારણે તદન નવી નકોર ઇ રીક્ષાને ધક્કો મારવો પાડ્યો હતો.ત્યારે ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.દરેક પંચાયત દીઠ સૂકો કચરો અને ભીનો કચરો એકત્રિત કરવા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લાખોના ખર્ચે ઇ-રીક્ષા આપી ત્યાં તો માંડ બે ત્રણ દિવસમાં જ ધક્કો મારવાની જરૂર પડી ગઈ હતી.
રિપોર્ટર સંદીપ ચૌધરી ડાંગ
