અહેવાલ- ભરતભાઈ પટેલ-બે દિવસના આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના ગ્રામસેવકો, શિક્ષકો તેમજ પ્રાંત અધિકારી સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામોમાંથી ખેડૂતો તેમજ સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ખેડૂતોને કૃષિલક્ષી જરૂરી માહિતી મેળવવાની તક મળી હતી.નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં કાવડેજ ગામે શ્રદ્ધા મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત તારીખ 6 ડિસેમ્બરના રોજ સવારે 8:30 કલાકે ખેડૂતોનું આગમન અને રજીસ્ટ્રેશન તેમજ મહાનુભાવોનું આગમન અને દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યું. મહાનુભાવનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરી સ્વાગત પ્રવચન મદદનીશ ખેતી નિયામક શ્રી વાંસદા, દ્વારા કરવામાં આવ્યું.કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યક્ષ શ્રી બાબુભાઈ ગાયકવાડ સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત નવસારી તેમજ શ્રીમતી દીપ્તિબેન પી.પટેલ પ્રમુખશ્રી તાલુકા પંચાયત વાંસદા આ મહાનુભાવો એ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કર્યું હતું.રવિ કૃષિ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે.બે દિવસના આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના ગ્રામસેવકો, શિક્ષકો તેમજ પ્રાંત અધિકારી સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામોમાંથી ખેડૂતો તેમજ સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ખેડૂતોને કૃષિલક્ષી જરૂરી માહિતી મેળવવાની તક મળી હતી.

Author: Ashok kumar Jiyani
Co editor in chief