September 4, 2025 3:07 am

જૂનાગઢ ખાતે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરની સમીક્ષા બેઠક યોજાય…

મહાનગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષીને બે બેઠકને લઈ પ્રભારી પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પુંજાભાઇ વંશ, રહીમભાઈ સોરા, દ્વારા સમીક્ષા બેઠક લઈ ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું..

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી સહિતના જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા….

જૂનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તે દિશા તરફ કામ કરવા હાકલ કરાઈ..

જુનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણી ટુક સમયમાં જાહેર થવાની હોવાથી કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તેના માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પૂર્વ ધારાસભ્ય પુંજા ભાઈ વંશ, અને પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહીમભાઈ સોરા ની નિયુક્તિ કરવામાં આવી છે

આજે જૂનાગઢ ખાતે સર્કિટ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ ના પ્રભારીની ઉપસ્થિતી માં એક સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ જોષી, સંગઠન પ્રભારી હીરાભાઈ જોટવા,પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજાસહિતના જિલ્લા ના પૂર્વ ધારાસભ્ય અગ્રણીઓ અને વર્તમાન અને પૂર્વ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા..

શહેર કોંગ્રેસ દ્વારા તમામ પ્રભારી તેમજ પૂર્વ ધારાસભ્ય નું સ્વાગત સન્માન શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું..

જૂનાગઢ ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં પ્રદેશ ના પ્રભારી દ્વારા ચૂંટણી લક્ષી માર્ગદર્શન અને માહિતી આપી જુનાગઢ મહાનગરપાલિકા ના વર્તમાન શાસન ભાજપ નું નિષ્ફળ છે તે લોકો ને બતાવી મહાનગરપાલિકા માં કોંગ્રેસ નો ભવ્ય વિજય થાય તે દિશામાં સાથે મળી કામ કરીએ તેવી હાકલ કરવામાં આવી હતી

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ