June 1, 2025 11:34 pm

લાઠી તાલુકાના કરકોલીયા ગામની સીમ વિસ્તારના ખેતરમાંથી કપાસના પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ ૨૨.વજન ૧૮.૦૨૬ કિ.ગ્રા.નો જથ્થો કિ.રૂા.૧,૮૦,૨૬૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.જે અનુસંધાને ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ લાઠી વિસ્તારમાં ATS ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે “અમરેલી જિલ્લાનાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના કરકોલીયા ગામ ખાતે આવેલ ચારકોસીયા સીમની બાજુમાં આવેલ ભુપતભાઈ ઉર્ફે ભોપલાભાઈ કાનાભાઈ ડેરની વાડી ખેતરમાં ગે.કા માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરતો હોવાની ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી:- ભુપતભાઈ ઉર્ફે ભોપલાભાઈ કાનાભાઈ ડેર, ઉ.વ.૬૫, ધંધો-ખેતી, રહે.કરકોલીયા,તા.લાઠી જી.અમરેલી પકડાયેલ મુદ્દામાલ:-મજકુર ઈસમનાં ખેતરમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ લીલા ગાંજાના છોડ નંગ આશરે ૨૨ જેનુ કુલ વજન- ૧૮.૦૨૬ કિ.ગ્રા. જેની કિ.રૂા.૧,૮૦,૨૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને મજકુર ઈસમને વઘુ તપાસ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમનાં એ.એસ.આઇ.સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ સરવૈયા, નાજભાઈ પોપટ, રફીકભાઈ રાઠોડ તથા હેડ કોન્સ. મનિષદાન ગઢવી, જયરાજભાઈ વાળા, અરવિંદભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ. દેવાંગભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ