અમરેલીના લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાના કાર્યાલય ખાતે આયુષ્માન ફ્રી કેમ્પ યોજાયો હતો. લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય જનક તળાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્માન વય વંદના કાર્ડ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં માત્ર રેશનકાર્ડ અને આધારકાર્ડ લઈને આવેલા લાભાર્થીઓને આયુષ્માન અને વય વંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય જનક તળાવીયા અવાર નવાર લોકોની સમસ્યાઓ સંદર્ભે આગળ આવીને લોકોને મદદરૂપ બનતા હોય છે ત્યારે આયુષ્માન વય વંદના કાર્ડ થી વંચિત રહી ગયેલા લોકો માટે તેમના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સત્ય વિચાર ન્યુઝ ના સુરત એડીશનના તંત્રી કિશોરભાઈ ઈસામલિયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ કેમ્પમાં ભાગ લઈ કાર્ડ કઢાવ્યા હતા.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
