ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા અને તેની સાથે વ્યસન મુક્તિ અભ્યાનમાં આવેલ એલઆઇસી એડવાઈજર ટીમ સાથે બધા
લોંગેવાળા યુદ્ધ સ્થળ પર શહીદોના સ્મારકને શ્રદ્ધાંજલી આપી અને ભારતમાતાકી જ્ય બોલાવી બધા ગુજરાત તરફ આવી રહ્યા હતા.અને રસ્તામાં આખી ટીમને વ્યસનમુક્તિની ક્લિપ નાની એવી દિકરી પિહુબેન પાનશેરીયાની સંભળાવી, અને ભાનું ભાઈએ વ્યસનમુક્તિની વાત દોહરાવતા જણાવ્યું હતું કે જે
વ્યકી વ્યસન ધરાવતો હોય અને બીડી, સિગારેટ કે કોઈ પણ શરીર માટે ખરાબ વ્યસનો હોય તો તમે ફક્ત વ્યસની માણસની અંગત વ્યક્તિ તેની ભાઈ, બહેન, વહાલી પત્નિ કે માતાપિતાને પુછશો કે તમારા ઘરની વ્યક્તિને તમાકુ, બીડી, સિગારેટ કે ગુટખાનું વ્યસન છે તે તમારા કુટુંમ્બ માટે અને ઘરની મુખ્ય વ્યક્તિ માટે વર્ષે ચાલીસથી પચ્ચાસ હજાર વ્યસનમાં વેડફી નાખે છે અને ઘર પરિવાર માટે સારા ફળ કે બાળકો અને પરિવારને પોષ્ટિક ખોરાક ખવડાવી શક્તો નથી.અને સામેથી જીવન ટૂંકાવવાના વારા આવે છે અને કેન્સરના ભોગ બની શકે છે. …………માટે વ્યસનના ભોગને હિસાબે પરિવાર ઘરનો મોભી ગુમાવે છે, પત્નિ પતિને ગુમાવે છે, માતાપિતા તેમનો નવયુવાન દિકરો ગુમાવે છે,દિકરા-દિકરી વ્હાલસોયા પિતા ગુમાવે છે, માટે ખરેખર આજના નવયુવાનો સમજીવિચારીને વ્યસન મુકે તો પોતે તંદુરસ્ત જીવન જીવી અને કુટુબને પણ મોટામાં મોટો જીવન ફાળો અને ધન ફાળો છે…….,,,આ બધી વાતો સાંભળી અમારી વ્યસનમુકિત મિશનમાંથી સાથે રહેલ સ્નેહી મિત્ર શૈલેષભાઈ લાડોલાએ આજથી સિગારેટ અને તમાકુ ખાવાનું પોતાની રીતે સમજી વિચારીને વ્યસનને તિલાંજલી આપી.એ સારો નિર્ણય લેતા ટીમના મુખ્ય અને વ્યસનમુક્તિના દ્રષ્ટા અને એલઆઈસી એડવાઈઝર તેમજ ભા. કિ.સં. બાબરા તાલુકા પ્રમુખે રસ્તામાં ગાડી ઉભી રાખી સાલ ઓઢાડી ભાવથી સન્માન કર્યું.તેમજ ટીમમાં જોડાયેલા એલઆઇસી ટીમ નિરજભાઈ જોષી, ગીગાભાઈ પરમાર, રવિભાઈ ચાવડા, ધ્રુવભાઈ સેદાણી તેમજ ચેતનભાઈ ડોડીયા અને ઇમરાનભાઈ મેતરે – વ્યસનને તિલાંજલી આપનાર શૈલેષભાઈ લાડોલાને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ By ગોવાભાઈ આહીર પાટણ