આ કિસ્સો છે ગુરુજી અને શિષ્યના વચ્ચે નો. 40 થી 45 વર્ષ પહેલા ઊંઝા શ્રી કુમાર મંદિર શાળામાં પુષ્પા નામની દીકરી અભ્યાસ કરતી હતી પુષ્પા ના પિતા
ઉમિયા માતાજી મંદિરમાં ચોકીદાર તરીકે સર્વિસ કરતા હતા તેઓ નેપાળ ના રહેવાસી હતા. એ સમયે ઉમિયા માતાજી ના મંદિરમાં શાસ્ત્રી ભવાની શંકરભાઈ મા ઉમિયા ની સેવા કરતા હતા તેમના પુત્ર વાસુદેવભાઈ શ્રી કુમાર મંદિર શાળામાં શિક્ષક હતા. વાસુદેવભાઈ ને
દીકરી હેતલ અને પુષ્પા સાથે શ્રી કુમાર મંદિર શાળામાં અભ્યાસ કરતા હતા પુષ્પા વાસુદેવભાઈ ને પોતાના ગુરુ અને પિતા તરીકે માનતી હતી. પુષ્પા સાત ધોરણ સુધી અભ્યાસ કરીને નેપાળ ગઈ અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ બાકીનો અભ્યાસ કર્યા પછી શિક્ષિકા બની (ગણેશ બેઝિક સ્કૂલ દમોરા નેપાળ) નેપાળ સ્થાયી થયા પછી હેતલ વાસુદેવભાઈ સાહેબ નો સંપર્ક થઈ શક્યો નહીં પુષ્પાને તેની સ્કૂલ અને ઉંઝા, ઉમિયા માતા વગેરે ખૂબ જ યાદ આવતો હતો અને તેના સ્વપ્નમાં પણ રાત્રે આવતા હતા. પછી પુષ્પને વિચાર આવ્યો કે કેમ હું મારા ગુરુને ના શોધી શકું તેથી તેણે ગુગલ મારફતે હેતલબેન અને વાસુદેવભાઈ ને શોધવા 40 થી 45 વર્ષ બાદ સંપર્ક કરવા પ્રયત્ન કર્યો જેમાં પુષ્પાબેન ને
સફળતા મળે તેથી સંપર્કમાં આવતા તેમને મળવા ખૂબ જ ઈચ્છા દર્શાવી. ત્યારબાદ વાસુદેવભાઈ અમેરિકાથી અને હેતલબેન ઓસ્ટ્રેલિયાથી નવેમ્બર 2024 ભારત આવી ગયા અને પુષ્પાબેન ને ઊંઝા આવવાનું આમંત્રણ આપ્યું. આ તરફ વાસુદેવ ભાઈએ ઊંઝા કેળવણી મંડળમાં સંપર્ક કરી વિગત જણાવી કેળવણી મંડળ ખૂબ જ ખુશ થયું અને આ દીકરીઓના સ્વાગત માટે તૈયારી બતાવી. વાસુદેવ ભાઈ હેતલબેન અને પુષ્પાબેન ઊંઝા કેળવણી મંડળ ખૂબ જ પ્રેમથી આવકાર્યા અને સ્વાગત પણ ધામધૂમથી કર્યો. ઊંઝા કેળવણી મંડળના સભ્યો હાજર રહ્યા અને સાથે રહી કુમાર મંદિર શાળાને મુલાકાત લીધી. વાસુદેવ ભાઈ ને અને કેળવણી મંડળ ને ખુબ જ સંતોષ થયો મંડળે વાસુદેવભાઈ નો ખુબ જ આભાર વ્યક્ત કર્યો અને માનસન્માન આપ્યું. જ્યારે બતાડો કેળવણી મંડળમાં ભેગા થયા મુલાકાત થઈ તો એકબીજાના મળીને દરેક સભ્યો ભાવુક બન્યા હતા અને એક ખુશીનો માહોલ જણાતો હતો. આવો કિસ્સો જોતા આજના સમય પ્રમાણે આજે કોની પાસે આવો સમય છે કે આટલા વર્ષો બાદ એકબીજાને યાદ કરે આટલા દૂર રહેવા છતાં આજે ભેગા થયા કહેવાય છે ને કે લાગણી હોય ત્યાં જ આવા કિસ્સા બનતા હોય છે,
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970