December 25, 2024 7:54 am

લાઠીના તાજપર ગામના સરપંચશ્રી વિજયભાઈ બારડની રજૂઆત થકી 

તાજપર ગામે સ્ટેટ હાઈવેથી ભીંગરાડનાં રસ્તાને જોડતો નવો (સુવિધાપથ) સી.સી.રોડ ૭૦ લાખના ખર્ચે મંજુર કરાવતા ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સી.સી.રોડ મંજુર કરવામાં આવ્યો.

તાજપર ગામે ગામતળ માં સી.સી.રોડ બનવાથી લોકોની સુવિધામાં વધારો થશે.

માત્ર વાયદા નહી, પરંતુ પ્રજાને આપેલા વચનોને પુર્ણ કરવાની નેમ સાથે સતત પ્રયત્નશીલ છે ધારાસભ્ય તળાવીયા

સરપંચશ્રી વિજયભાઈ બારડ દ્વારા ધારાસભ્ય તળાવીયા તેમજ સાંસદશ્રી સુતરીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યાબાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી છે. રાજયભરમાં ભાજપનીવિકાસશીલ સરકાર વિકાસની અનેરી ભેટ આપી રહી છે. ત્યારે પોતાનો વિસ્તાર વિકાસથી વંચીત ન રહે તે માટે હમેંશા ચિંતાતુર લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જનકભાઈતળાવિયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા દ્રારા રાજ્ય સરકારને લાઠી,બાબરા,અમરેલી વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહીછે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથીબધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતનેગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રીભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી ને રજૂઆત કરેલ જે રજુઆતને પગલે રાજય સરકાર દ્રારાઅગાઉ નાળા,પુલ, ડામર રોડને રીસર્ફેશકરવાના અનેક કામો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા સમજી આવા કામોને અગાઉ મંજૂરીઆપી છે જનકભાઈ તળાવીયા પોતાના વિધાનસભા વિસ્તારને વધારે વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેઓના વિધાનસભા વિસ્તારનાલોકોને રોડ રસ્તા કે બીજા વિકાસના કામો હોય સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લાઠી તાલુકાના તાજપર ગામના સરપંચશ્રી વિજયભાઈ બારડ દ્વારા તાજપર ગામે મુખ્યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના હેઠળ સી.સી.રોડ બનાવવા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાને રજૂઆત કરેલ, જે રજુઆતને ધ્યાને લઇ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ સી.સી.રોડ ખાસ કિસ્સા તરીકે મંજુર કરવા રજૂઆત કરી હતી જે અન્વયે લાઠી તાલુકાના તાજપર ગામે સ્ટેટ હાઈવેથી ભીંગરાડનાં રસ્તાને જોડતો સી.સી.રોડ તાજપર ગામે સી.સી.રોડ બનાવવા માટે સરકારશ્રી દ્રારા રૂા. ૭૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે. આ નવા સુવિઘાપથ (સી.સી. રોડ) નું કામ મંજુર થતા સ્થાનિક લોકો દ્વારા ખુશી ની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તાજપર ગામના યુવા અને ઉત્સાહી તેમજ ગામના વિકાસના કામો માટે સતત તત્પર સરપંચશ્રી વિજયભાઈ બારડ દ્વારા તાજપર ગામ વતી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાનો આભાર માનવામાં આવ્યો હતો

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें