હાલ આખા ઐઠોર ગામમાં શ્રી ગણપતિ મંદિરની ચૂંટણીને લઈને શિયાળાની સખ્ત ઠંડીમાં પણ વાતાવરણ ગરમાયું છે.
જોકે લોકમત મુજબ ઘોડાના નિશાન વાળી પરિવર્તન પેનલ જીતની પ્રબળ દાવેદાર મનાય છે,
ઐઠોર ગામના ગોદરે, શ્રી અંબાજી માતા મંદિર આગળ મેદાનમાં છેલ્લા બે દિવસથી પરિવર્તન પેનલના સમર્થકોના ટોળે-ટોળા હાજર જ હોય છે.જીતવા સુધીની તૈયારીઓ તેમની લાગી રહી છે.
છેક અંકલેશ્વર,સુરત,ભરૂચ,અમદાવાદ થી લોકો માત્ર મતદાન હેતુ વહેલી સવારથી જ હાજર થઇ ગયા છે.
વહેલી સવારથી જ મતદાતાઓના ટોળે ટોળા લાંબી લાઈનમાં જોવા મળી રહ્યા હતા.
હાલ માત્ર ઐઠોર ગામ તો ઠીક સમગ્ર ગણેશ ભક્તોની નજર આ ચૂંટણીના પરિણામ પર મંડરાયેલી છે.
હાલ અનેક જાતની અફવાઓ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અવસ્થામાં પાર્થ પ્રાથમિક શાળામાં મતદાન ચાલુ છે.
સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970