રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ : અમરેલીમાં વાહનચાલકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી

આંખ, શુગર, બ્લડ પ્રેશર સહિતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

અમરેલી તા.૧૩ જાન્યુઆરી, ૨૦૨૪ (સોમવાર) રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે ડ્રાઇવરોના આરોગ્યની તકેદારીના ભાગરુપે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો.

અમરેલીના લાઠી બાયપાસ રોડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, નિષ્ણાંતશ્રીઓ દ્વારા ડ્રાઇવર્સની આંખ, શુગર, બ્લડ પ્રેશર સહિતની વિવિધ બાબતોને આવરી લેતી આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેમજ માર્ગ સલામતી અર્થે જનજાગૃત્તિ આવે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ કામગીરી અને જાગૃત્તિલક્ષી કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ અન્વયે માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, તેમ અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ