September 7, 2025 8:14 pm

જમીન બચાવો અભિયાન સાથે સમગ્ર ભારતની સાઇકલ યાત્રા કરનાર યુવાન મહેસાણા પહોંચી સાંસદ હરિભાઈ પટેલની મુલાકાત લીધી.

સાંસદ હરિભાઈ પટેલે સાઇકલયાત્રીને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું

દેશની માટીને બચાવવા એક વિશેષ અભિયાન ઉત્તરપ્રદેશના લલિતપુરથી મોહિત નિરંજન નામના યુવાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત મોહિત સમગ્ર ભારતની સાઇકલયાત્રા કરી રહ્યા છે.આ યાત્રા દરમિયાન મોહિત દ્વારા વિવિધ વિસ્તારમાં શાળા અને કોલેજમાં જાગૃતિ વિષયક કાર્યક્રમ કરવાની સાથે સાથે સમાજની ઉન્નતિનો ભાર જેના શિરે છે તેવા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.ત્યારે આજે સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે નીકળેલો આ યુવાન મહેસાણા ખાતે આવી પહોંચ્યો હતો.જ્યાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની મુલાકાત કરી અને પોતાના આ અભિયાન અંગે ચર્ચા કરી હતી.

ખેડુત પુત્ર અને માટી સાથે જોડાયેલ સાંસદ હરિભાઈ પટેલ આજીવન પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિગ જેવી સમસ્યા ઉપર સતત ચિંતા કરતા આવ્યા છે.આ કારણે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે જોડવા પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રયાસ થયો છે.આજે સાઇકલ યાત્રી મોહિત નિરંજન સાથે સાંસદે આ બાબતે ચર્ચા કરી તેમના આ ભગીરથ કાર્યને બિરદાવિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.માટીની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે મહેસાણા જિલ્લામાં શક્ય તમામ પ્રયાસ કરવાની પણ સાંસદે ખાતરી આપી હતી.તો આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે,વાતાવરણમાં કાર્બન છોડતી માટી તાપમાનમાં વધારો અને આબોહવામાં ઝડપી ફેરફાર તરફ દોરી જાય છે.આ માટે સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.પણ જ્યાં સુધી ખેડુત જાગૃત નહીં થાય ત્યાં સુધી તમામ સ્થળે જૈવિક ખેતી શક્ય નથી.આ માટે સરકારના પ્રયાસમાં ખેડૂતોની પણ એટલી જ ભાગીદારી જરૂરી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ