September 8, 2025 4:26 pm

જામલિયા પ્રાથમિક શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

વાંસદા તાલુકાના જામલિયા ગામની પ્રાથમિક શાળામાં 76 માં પ્રજાસત્તાક દિનની ખુબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો,વડીલો,યુવાનો,બહેનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

આ કાર્યક્રમની શરૂઆતમા ગામ ની દીકરી અવનિકુમારી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપ્યા બાદ અવનિકુમારી એ પોતાના મંતવ્યમાં ખાનગી શાળાની સામે સરકારી શાળાના મહત્વ અંગે ખૂબ સરસ માહિતી આપી. ગામના આગેવાન એવા રણજીતભાઇ દ્વારા પણ અવનિકુમારીનાં મંતવ્યને ઉજાગર કરતા પોતના વિચારો રજૂ કર્યા. ત્યારબાદ શાળાનાં આચાર્ય શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું.

 

ત્યારબાદ શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. બાલવાટીકાના નાના ભૂલકાઓ થી લઈને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ સુધી ના બધા જ બાળકો એ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો. ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા અવારનવાર શાળાને મદદરૂપ થતા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકોએ ખુબજ મહેનત કરી હતી.અંતે સર્વે ગ્રામજનોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

રિપોર્ટર ભરત પટેલ નવસારી 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ