લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ બાબરા શહેરના વિકાસ માટે નવી પહેલ કરી છે. મુખ્યમંત્રી શહેરી સંડક યોજના હેઠળ બાબરા નગરપાલિકા વિસ્તારમાં 3 નવા સી.સી.રોડ અને 13 બ્લોક પ્લેવિંગ રોડ બનાવવા માટે રૂ. 6 કરોડ 67 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ નવા રસ્તાઓ બનવાથી બાબરા શહેરના વાહનચાલકો અને નાગરિકોને સુવિધાજનક પરિવહન સુવિધા મળશે.
આ અંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે, બાબરા શહેરના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. આ નવા રોડ રસ્તાઓ બાબરા શહેરની સુંદરતામાં વધારો કરશે અને લોકોના જીવનધોરણને સુધારશે. તેમણે આ પ્રોજેક્ટ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બાબરાના નગરજનોમાં આ નવા વિકાસ કાર્યને લઈને ખુશીનો માહોલ છે. તેઓ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના આ પ્રયાસોને બિરદાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ લાઠીમાં અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ બનાવવાની પણ મંજૂરી મેળવી છે. આ ઉપરાંત, દામનગરમાં નંદી નાળા પુલિયા રોડ રસ્તાઓનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. આમ, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી બાબરા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
આ વિકાસ કાર્યોથી લાઠી બાબરા વિસ્તારના લોકોને ઘણી રાહત મળશે અને તેમનું જીવનધોરણ સુધરશે
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
