August 31, 2025 8:01 pm

વિજલપુર પ્રાથમિક શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

વિજલપુર પ્રાથમિક શાળા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમિતભાઈ, દિવ્યેશભાઈ, એસ.એમ.સી.શિક્ષણવિદ સોમાભાઈ ટંડેલ, તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાની ભણેલી

દીકરી દિપાકુમારી વિદ્યાર્થી ભગત દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. તેમણે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને ભણી ગણી આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીની પ્રતિજ્ઞા ઓમપ્રકાશ કશ્યપે નારી તું નારાયણી વિષય પર વક્તવ્ય આપ્યું હતું. દિપાબેનનું સન્માન પત્ર અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. એક વર્ષની જન્મેલી દીકરીઓને પણ ભેટ અને સન્માનપત્ર આપી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ઉપ શિક્ષક શ્રી મુકંદરાય વી. પટેલના દ્વારા સૌ આમંત્રિત મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધ્વજ રક્ષક તરીકેની કામગીરી શાળાની ધોરણ ૮ની વિદ્યાર્થીની ધ્રુવી બ્રિજેશ ગૌતમ દ્વારા કરવામાં આવી હતી.

રીપોર્ટર ભરત પટેલ નવસારી 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ