પાટણ જિલ્લામાં આવાસ વિહોણા લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં આવાસ સર્વે 2.0 ની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત રાધનપુર તાલુકામાં આવાસ સર્વેની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ પ્રજાપતિ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.પી.જોશી દ્વારા રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત રાધનપુરના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
