રાપર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષતા હેઠળ
સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત
વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી વિકાસભાઈ રાજગોરે મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું..
વિકાસભાઈ રાજગોરે પોતાના ઉદબોધનમાં ભાજપ સરકારની ઐતિહાસિક પહેલો વિશે માહિતી આપી હતી.
તેમજ બંધારણના જનક ડૉ.બાબા સાહેબ આંબેડકરની જીવન અને સંઘર્ષ વિશે વાત કરી હતી.
આપણા જીવનમાં બંધારણનું મહત્વ સહિતની બાબતે વાત કરી હતી
ભારત દેશનું રાષ્ટ્રીય ગીત વંદેમાતરમનું સૌએ ગાન કરી..
ડો.બાબા સાહેબ આંબેડકરનાં વિચારોને અનુસરવા સંકલ્પ લીધા હતા..
યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા,હમીરજી સોઢા, હઠુભા સોઢા,રામજીભાઈ સોલંકી,
મદુભા વાઘેલા, મેમાભાઈ ચૌહાણ, રમેશભાઈ સોલંકી ઉમેશભાઈ સોની નિલેશભાઈ માલી ભીખુભા સોઢા જાનખાન બલોચ મેહુલભાઈ રાજગોર કાનજીભાઈ આહીર તુલસીભાઈ ઠાકોર રાણાભાઇ કલાણી બાબુભાઈ મુચ્છડિયા ઉકાભાઇ મુચ્છડીયા વિનુભાઈ થાનકી સહિતના કાર્યકરો જોડાયા હતા
રીપોર્ટર દિલીપ ઠક્કર રાપર કચ્છ
