પરંપરાગત ખેત પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે સંકલ્પબદ્ધ
થતા ખેડૂતો : ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિલક્ષી માર્ગદર્શન મેળવ્યુ
અમરેલી તા.૩૦ જાન્યુઆરી,૨૦૨૪ (ગુરુવાર) જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનું માર્ગદર્શન મળી રહે તે માટે અમેરલી જિલ્લા આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
આત્મા ટીમ અને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી મહેશભાઈ જીડ દ્વારા અમરેલી જિલ્લાના ૬૦ જેટલા ખેડૂતોના ગૃપને ૩ દિવસીય તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ અંતર્ગત મોટા માચીયાળા અને મોણપુરના ખેડૂતોએ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની મુલાકાત લીધી હતી.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક વિગતો અને માર્ગદર્શન મળી રહે તે ઉપરાંત તેઓ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સાથે
ખેડૂતોને અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્ય શ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે, ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીની કામગીરી, પ્રાકૃતિક કૃષિમાં બાયો ઇનપુટ્સનો ઉપયોગ, તેના પરિણામો વિષયક વિગતો આપી હતી.
પ્રાકૃતિક કૃષિ ફાર્મ પર પ્રાકૃતિક ઢબે ઉગાડવામાં આવેલી વિવિધ ૨૨ પ્રકારના પાકોના નિર્દેશન (ક્રોપ ક્રફેટેરિયા) પ્લોટ સંભાળતા શ્રી હિમાની બહેને ખેડૂતોને વિવિધ દેશી બિયારણોનું સંરક્ષણ અને તેના મહત્વ વિશે તેમજ રેઈન પાઈપ દ્વારા સિંચાઈ પદ્ધતિ વિશે સમજાવ્યું હતુ. ખેડૂતોની તાલીમના અંતે વિવિધ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તાલીમમાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તરફ વળવા માટે પ્રેરણા પ્રાપ્ત કરી હતી, તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્ય શ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
