આજે 31 જાન્યુઆરી -25 શુક્રવારના રોજ ઐઠોર ગામની પવિત્ર ધરતી પર મહા સુદ બીજ નિમિત્તે શ્રી રામદેવપીર મહારાજની વિશેષ પ્રસન્નતા હેતુ ઐઠોરના ગામ તળાવના કિનારે મુખ્ય રસ્તા પર આવેલ ગામના એકમાત્ર શ્રી રામદેવપીર મહારાજના મંદિરમાં રાત્રે 9 વાગ્યાથી મોડી રાત સુધી ભજન સંધ્યાનો સરસ સંગીતમય પોગ્રામ ઉજવાઈ ગયો.
આ પોગ્રામમાં ગામમાંથી ઠેક-ઠેકાણેથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
મિતેશ બાપુએ સંગીત સાથે ભજનને તાલબદ્ધ રીતે જમાવટ કરી ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા હતા.
છેલ્લે અંતમાં બાબાની આરતી, ધૂપ, પ્રસાદી સાથે ભાવપૂર્ણ વંદના કરી સૌ ભક્તો છુટા પડ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
