સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ બાબરા તાલુકા ની અગત્યની બેઠક મળી હતી અમરેલી જિલ્લા ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બાબરા તાલુકાના પ્રમુખ અતુલભાઈ સોલંકી ના નિવાસ સ્થાન ખીજડીયા કોટડા ગામે આયોજન
કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી શહેર ના પ્રમુખ લક્ષ્મણભાઈ બગડા, વિશ્વ હિન્દુ પરિષદના બહાદુર ભાઈ આલાણી સહિત તમામ આગેવાનો ની ઉપસ્થિત માં મીટીંગ માં જીજ્ઞેશ દાફડા દ્વારા આવનારા સમયમાં સંગઠન દ્વારા સંત શિરોમણી શ્રી રોહીદાસ મહારાજ ની જન્મ જયંતી ની શોભાયાત્રા તેમજ સંગઠન દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે રજુઆત કરવામાં આવી હતી ત્યારબાદ બાબરા તાલુકાના પ્રમુખ અતુલભાઈ સોલંકી દ્વારા તેમના તરફથી બધાને અલ્પાહાર આપવામાં આવ્યો હતો અને આ બેઠક માં બાબરા તાલુકાના સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરોને ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)