શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી આ મંદિરનું વિશ્વસ્તરનું સમગ્ર આયોજન નિર્વિધને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી પછી જ આગળ પ્રચાર – પ્રસારની શરૂઆત કરી.
અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર નજીક 100 વિઘા જમીનમાં રુ 2000 કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થઇ રહેલ છે,
સંસ્થાના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સામાજિક અને વ્યાપારિક સંબધોના વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્પોર્ટ્સ, કલ્ચરલ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈને સમાજ ભાવનાને મજબુત બનાવવાના લક્ષ્ય સાથે સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ થકી કાર્ય કરી રહી છે.
તે અંતર્ગત જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના દિવ્ય મંદિર નિર્માણ અંતર્ગત સંસ્થા દ્વારા આયોજિત *જગત જનની મા ઉમિયાના દીવ્યરથનું પરિભ્રમણ આજરોજ ઊંઝા તાલુકાના ઐઠોર ગામ મુકામથી વાજતે ગાજતે ભવ્ય શુભારંભ થઇ ચૂકેલ છે* જેમાં સંસ્થાના કેન્દ્રીય સંગઠન મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલ, કચ્છ પાટણ ઝોન પ્રભારી શ્રી હર્ષદભાઈ પટેલ,
મહેસાણા જિલ્લા પ્રભારીશ્રી વી.કે.પટેલ, કેન્દ્રીય સંગઠન સમિતિના સભ્યશ્રી
રાકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ચેરમેનશ્રી
વિનુભાઈ પટેલ SBI, મહેસાણા જિલ્લાના મહામંત્રી ગણપતભાઈ પટેલ, ઊંઝા તાલુકા કન્વીનર શ્રી ભગુભાઈ પટેલ ,
સુરેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, યતીનભાઈ, મુકેશભાઈ તથા ઐઠોર ગામના પાટીદાર અગ્રણીઓ સુરેશભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, સમીરભાઈ, હાર્દિકભાઈ, સચીનભાઈ, રાહુલભાઈ,અમિતભાઈ વગેરે તેમજ દાતાઓ, સેવકો અને મોટી સંખ્યામાં મહિલાઓ સાથે સમગ્ર ગ્રામજનો મા ઉમિયાને વધાવવા તેમજ સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા.
આ શુભ પ્રસંગે આ સંસ્થામાં 1 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ દાનમાં આપનાર ઐઠોરના દાનવીર શ્રી અરવિંદભાઈ પટેલ (દદુ શેઠ) ને પણ ખાસ યાદ કરવામાં આવ્યા હતા.
આખા ગામમાં પ્રદક્ષિણા કરતા માં ઉમિયા ના નામનો જયઘોષ ગાજી ઉઠ્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)