અમરેલી: કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2025ને લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આવકાર્યું છે. તેમણે બજેટને દેશના વિકાસ માટે દિશાસૂચક અને પારદર્શક ગણાવ્યું છે.
ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે ફાયદાકારક
ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે આ બજેટમાં ખેડૂતો, મધ્યમ વર્ગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેક્નોલોજી જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કૃષિ ક્ષેત્ર માટે નવા ફંડની ફાળવણી, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભો અને કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના પગલાંને આવકાર્યા હતા.
ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન
મધ્યમ વર્ગ માટે કરમાં રાહત અને ઘર ખરીદી માટે સબસિડી જેવા પગલાંથી લોકો આર્થિક રીતે સશક્ત બનશે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે લોન પ્રોગ્રામ્સ અને ટેક્સમાં રાહત તેમને ઉદ્યોગ ધંધા વિસ્તારવા માટે પ્રોત્સાહિત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નાણાં ફાળવવાથી અમરેલી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રસ્તાઓ, રેલવે, પોર્ટ્સ અને ઉદ્યોગો માટે સારી તકો ઊભી થશે.
ડિજિટલ ઇન્ડિયાને વેગ
ડિજિટલ ઇન્ડિયા અને નવી ટેક્નોલોજી માટેના ફંડિંગના નિર્ણયો દેશને ગ્લોબલ ટેક્નોલોજીકલ હબ બનાવવા તરફ મજબૂત પગલાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બજેટ ભારતને 2047 સુધીમાં વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવવાની દિશામાં એક મજબૂત પગથિયું છે. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ તમામ નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે આહ્વાન કર્યું હતું.
આ બજેટ દેશના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જે તમામ વર્ગના લોકોને લાભ આપશે
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)