ગાંધીધામ ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો ની સ્થિતિ સારી નથી ખાસ કરીને હલકી ગુણવત્તાના મટીરીયલ્સ થી બનેલા માર્ગો ચોમાસા દરમિયાન તૂટી ગયા છે. જેની મરામત હજુ સુધી થઈ નથી ઘણા એવા માર્ગો છે ત્યાં મોટા મોટા ખાડાઓ છે તે વચ્ચે કમિશનરના આદેશથી માર્ગોનો સર્વે કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આદિપુર ગાંધીધામ જોડિયા શહેરો અને મહાનગરપાલિકા ના વિસ્તારમાં 40 ફૂટ 60 ફૂટ અને 80 ft ના માર્ગોનો સર્વે કરીને તેની માપણી કરવામાં આવી રહી છે. લગભગ આ કામગીરી પૂરી થવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં કમિશનરને રિપોર્ટ સુપ્રત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોનું માનીયે તો સર્વે દરમિયાન 80 ફૂટના માર્ગોની સંખ્યા મર્યાદિત છે જ્યારે આંતરિક વિસ્તારોમાં 60 ફૂટ અને 40 ફૂટના માર્ગોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. રામબાગ સુંદરપુરી સહિતના જે માર્ગો છે તે 80 ફૂટ ના છે.સર્વેની કામગીરી લગભગ પૂરી થવા ઉપર છે અને પછી રિપોર્ટ સોંપાશે ત્યારબાદ માર્ગોના ડેવલપમેન્ટ માટેનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે તેવી સંભાવનાઓ છે તેવું સૂત્રો કહી રહ્યા છે પરંતુ હાલના સમયમાં જે માર્ગોની સ્થિતિ છે એ સુધરવી અતિ જરૂરી અને આવશ્યક છે.
રીપોર્ટર સુનિલભાઈ કચ્છ
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)