February 11, 2025 1:45 pm

બાસણા મર્ચન્ટ કોલેજની ડોક્ટરનો અભ્યાસ કરતી દીકરી ઉર્વશી શ્રીમાળી ને ન્યાય અપાવવા માટે આજ રોજ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો એ સાથે મળી મહેસાણા જિલ્લાના કલેકટરશ્રી ને આવેદનપત્ર આપ્યું.

આજ તારીખ 3/2/2025 સોમવારના રોજ 

3.30 વાગ્યે બપોરે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી,

મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભી, મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ. મેઘાબેન પટેલ સહીત અન્ય અનેક હોદ્દેદારો એ કલેકટર શ્રી મહેસાણાને બાસણા મરચન્ટ કોલેજની વિધાર્થીનીના કેસમાં યોગ્ય ન્યાય આપવા બાબતે લેખિતમાં રૂબરૂ જઈ આવેદનપત્ર આપ્યું.

તેમાં તેમણે તંત્ર પર સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, મહેસાણા પોલીસ દ્વારા આરોપીઓના કોઈ પણ જાતના રિમાન્ડ માંગવામાં આવેલ નથી અને ફક્ત ભીનું સંકેલવા નામદાર કોર્ટમાં રજુ કરી સંતોષ માન્યો છે.

તારીખ 30-01-25 એ કોલેજમાંથી મળેલ સ્યુસાઈટ નોટ ને ધ્યાનમાં લઇ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિનંતી છે.

આંદોલન કરવાની નોબત ના આવે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें