તેમણે વધુમાં જણાવ્યું કે,
કડી ધારાસભ્ય શ્રી કરશનભાઇ સોલંકી સાદગીથી ભરપૂર નેતા હતા. તેમને ગુમાવવાનું દુઃખ થયું છે.
લોકો વચ્ચે ચાલતા ફરવું અને બસમાં મુસાફરી કરવી એ કરશનભાઇ સોલંકીની આગવી ઓળખ હતી.
લોકોના દર્દમાં દોડીને જનાર કરશનભાઇ સોલંકીને અમે 108 તરીકે ઓળખાતા હતા.
આવા ધારાસભ્યના ગુમાવવાથી તેમની કાયમ ખોટ રહેશે.
સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. ભાજપા એ સક્રિય આગેવાન ગુમાવ્યા છે.
ઈશ્વર એમનાં દિવંગત આત્માને સદ્ગતી અર્પે અને પરિવારને તેમજ શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ…🙏
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)