February 9, 2025 6:31 am

આત્મા યોજના પાટણ દ્વારા સાતલપુર તાલુકના વારાહી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શિબિર યોજાઈ

આત્મા યોજના પાટણ દ્વારા સાતલપુર તાલુકના વારાહી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શિબિર યોજાઈ હતી જેમાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) યોજાયો હતો.

આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતના ૨૨૦૦ થી વધારે ગામોમાં ગ્રામ સંગઠનો મારફતે જરૂરીયાતવાળા કુટુંબોનું જીવનધોરણ ઊંચું આવે તે ધ્યેયથી 40 વર્ષથી ગ્રામ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા સાંતલપુર તાલુકાના 15 ગામોમાં સર્વાંગી ગ્રામીણ વિકાસ કાર્યક્રમ એચ.ડી.એફ.સી બેંકના નાણાંકીય સહયોગથી શરૂ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારના ખેડૂતો અને સરકારશ્રીના જુદા-જુદા વિભાગોને પ્રોજેક્ટની જાણકારી મળે, ભાગીદારીથી સફળતાપૂર્વક અમલીકરણ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें