સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ બગસરા તાલુકા અને શહેર ની બેઠક કુમાર છાત્રાલય બગસરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભાણજીભાઈ બગડા, જીલ્લા પ્રમુખ જીજ્ઞેશ દાફડા ની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જીલ્લા મહામંત્રી આશીષભાઈ રાઠોડ,જીલ્લા ઉપપ્રમુખ
અલ્પેશ ભાઈ રાઠોડ, બગસરા તાલુકા પ્રમુખ મધુભાઈ દાફડા, શહેર પ્રમુખ ગૌતમભાઈ ખીમસુરીયા, કુમાર છાત્રાલય ના સંચાલક મહિડા સાહેબ સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભાણજી ભાઈ બગડા જણાવ્યું હતું કે સંગઠન દ્વારા થતી રજુઆત ને ભુતકાળમાં સફળતા મળી હતી આજે પણ આપણી રજુઆત ને યોગ્ય દિશા મળે તે માટે સંગઠન પ્રયત્નશીલ છે તેમજ જીજ્ઞેશ દાફડા દ્વારા જણાવાયું હતું કે અમરેલી જિલ્લા નું સંગઠન માં ૩૦૦ હોદ્દેદારો હાલ છે જેઓને નિમણૂંક પત્ર એનાયત કરેલ છે આવનારા સમયમાં સંગઠન ૧૦૦૦ થી વધારે કાર્યકર્તા ને સંગઠન સાથે જોડીને વિશાળ સંગઠન નું માળખું તૈયાર કરશે અને આશિષભાઈ રાઠોડ દ્વારા જણાવાયું હતું કે સંત રોહીદાસજી ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવા આપણે સૌ સાથે મળીને ઉજવણી કરી એ માટે બનતો પ્રયત્ન કરીએ તેવું જણાવ્યું હતું તેમજ અલ્પેશ ભાઈ અને તેમની ટીમ દ્વારા છાત્રાલય માં રહેતા વિધાર્થીઓને ફુલસ્કેપ ની બુકો આપવામાં આવી હતી તેમજ પધારેલ મહેમાનોને નું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા ના ઉપપ્રમુખ અલ્પેશ ભાઈ રાઠોડ કરેલ હતું તેમ મધુભાઈ દાફડા અને ગૌતમભાઈ ખીમસુરીયા ની સંયુક્ત યાદી માં જણાવ્યું હતું
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)