સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ લીલીયા તાલુકા ની બેઠક ગોઢાવદર ગામે આયોજન કરવામાં આવ્યું હતું આ તકે લીલીયા તાલુકા ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ સાવજ નું સન્માન
લીલીયા તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ હિતેષભાઇ પરમાર દ્વારા શાલ અને ફોટાફેમ આપી કરવામાં આવ્યું હતું તેમજ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ ના કાર્યકારી અધ્યક્ષ ભાણજીભાઈ બગડા ગુરૂજી અને જીલ્લા પ્રમુખ જીજ્ઞેશ દાફડા નું સન્માન શાલ અને સંત રોહીદાસ મહારાજ નો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે લીલીયા તાલુકા ના દરેક ગામ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેમજ આવનાર સમયમાં સંત રોહીદાસ જન્મ જયંતી ની શોભાયાત્રા નું આયોજન જીલ્લા કક્ષાએ કરવામાં આવેલ છે ત્યારે આ કાર્ય માં સહભાગી થવા લોકો ને અપીલ કરવામાં આવી હતી તેમજ સંગઠન દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ થી લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ લીલીયા તાલુકા ના પ્રમુખ હિતેષભાઇ પરમાર, હરજીભાઈ રાઠોડ, ભરતભાઈ બગડા, પ્રવિણભાઇ ચોપડા, કાળુભાઇ ગોહિલ તમામ ટીમ ના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ પુર્ણ થયે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીખાભાઈ ધારૈયા કરેલ હતું
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
