February 9, 2025 1:38 am

પરીક્ષા નું પંચામૃત ડીજીટલ સ્વરૂપે લોન્ચ

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ હિતેશભાઈ પટેલ સાહેબ એક યુવા અને ઉત્સાહી અધિકારી તરીકે ની છાપ ધરાવે છે.બનાસકાંઠા જીલ્લા ના વિધાર્થીઓનું પરીણામ કેમ સુધરે અને વધુ આવે એનું સતત ચિંતન કરતા હોય છે.અને આ દિશામાં આગળ વધી શકાય એ માટે બનાસકાંઠા જિલ્લાના અંગ્રેજી ભાષા ના નિષ્ણાત શિક્ષકો દ્વારા અંગ્રેજી વિષય નું પરીક્ષાલક્ષી પંચામૃત ડીજીટલ સ્વરૂપે લોન્ચ કરવામાં આવ્યું.‌આ પંચામૃત ડીજીટલ સ્વરૂપે હોવાથી વિદ્યાર્થીઓ વિડિયો સાંભળી ને પણ પોતાને મૂંઝવતા પ્રશ્નો ને સરળતાથી સમજી શકશે.ગુજરાત રાજ્ય ના તમામ શૈક્ષણિક ગ્રુપો માં મુકવામાં આવશે અને શૈક્ષણિક ગ્રુપો દરેક શાળામાં વિધાર્થીઓ સુધી પહોંચતા કરશે.

રીપોર્ટર અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા

Leave a Comment