પાલનપુર આબુ હાઈવે રોડ ઉપર અઠવાડિયા પહેલાં એક ભયંકર એક્સીડન્ટ થયો હતો અને આ એક્સિડન્ટ ના પડઘા સમગ્ર પાલનપુર શહેરમાં પડ્યા હતા અને એના પછી મિડિયા માં આ અંગે વારંવાર દબાણ હટાવવા અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.એટલે તંત્ર જાગ્યું અને આ અંગે ની કામગીરી હાથ ધરાઈ.અને આજુબાજુ ના વીજ પોલ દૂર કરવાની કામગીરી તથા દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.પાલનપુર -આબુ હાઈવે પારપડા સર્કલ થી એરોમા સર્કલ સુધી કાંતો અંડર બ્રીજ અથવા ઓવરબ્રિજ બનાવવાની જરૂરીયાત છે.પાલનપુર – આબુ રોડ હાઈવે ઉપર છેલ્લા પાંચ વર્ષમાં સોસાયટીઓની સંખ્યા વધી રહી છે.સોસાયટીઓ વધે એટલે જનસંખ્યા વધે.અને એક ઘર દીઠ ત્રણ વાહન હોય.અને આ વાહનો ની સંખ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે.આ ઊપરાંત દિલ્હી રાજસ્થાન તરફથી આવતા વાહનો એરોમા સર્કલ થઈ મહેસાણા અને અમદાવાદ તથા કંડલા ડીસા તરફ આગળ વધે છે જેથી અહીં વારંવાર ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે
આ સમસ્યા ના નીવારણ માટે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે.પરંતુ જેવી જોવે એવી સફળતા મળતી નથી
આગામી દિવસોમા શું થાય છે એ જોવાનું રહ્યું?
રીપોર્ટર રાવળ અસ્મિતાબેન -બનાસકાઠા
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)