વારાહી ગામમાં શ્રી પરમ પૂજ્ય ભાણ સાહેબનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે તારીખ 8 2 2025 મહા સુદ અગિયારસને પરમ પૂજ્ય ભાણ સાહેબ નો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં વારાહી ના સમસ્ત હિંદુ ભાઈ બહેનો ઉત્સાહભેર ઉજવણીમાં હાજર રહી ભાણ સાહેબ નાં ગુણગાન ગાય છે અને ધન્યતા અનુભવે છે જેમાં સુંદરકાંડ અને ભાણ સાહેબની મહા આરતી કરવામાં આવે છે અને સંધ્યા આરતી બાદ સમસ્ત ભાવિકોને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે આ તમામ ભોજન પ્રસાદ ના દાતા સ્વર્ગવાસી લલીતાબેન વલ્લભરામ પ્રાગજીભાઈ અખાણી પરિવાર તરફથી રાખવામાં આવેલ હતું આ સેવા કાર્યમાં સતિષભાઈ ઠક્કર અશોકભાઈ તન્ના નરેશભાઈ કાનાબાર ચંદુભાઈ ઠક્કર સુરેશભાઈ ઠક્કર જશવંતભાઈ ઠક્કર શાંતિલાલ ઠક્કર અને ગામના સમસ્ત ધર્મ પ્રેમી જનતા આ સેવા કાર્યમાં જોડાય હતાં
રીપોર્ટર મુકેશ પ્રજાપતિ સાંતલપુર