દેશભરના લોકોની નજર સવારથી દીલ્હી ચુંટણી પરીણામ પર હતી અનેજેમ જેમ પરીણામ આવતાં ગયા તેમતેમ ભારતીય જનતા પાર્ટી જીત નજીક પહોંચતી જોતાં બીજેપી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને છેલ્લે દીલ્હી ચુંટણી માં ભાજપની બહુમતીથી વીજય મળતાં ભાજપ દ્વારા ગુજરાત માં ઠેર ઠેર દીલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા ત્યારે પાટણ જીલ્લા ભારતીય જનતાપાર્ટી ના પુર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ જીલ્લા બીજેપી પ્રમુખ ડો. દશરથજી ઠાકોર જીલ્લા મહામંત્રી ભાવેશભાઇ પટેલ શહેર પ્રમુખ હર્શભાઈ પટેલ તેમજ પુર્વ શહેર પ્રમુખ કીસોરભાઈ મહેશ્વરી અને જીલ્લા તાલુકાના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યાની ઉપસ્થીતિમાં પાટણ ખાતે સુત્રોચાર સાથે રેલી યોજી દીલ્હીમાં ભાજપની જીતનો જશ્ન મનાવી ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)