રાધનપુરમાં શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ: વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કર્યો,રાધનપુરમાં લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત..
રાધનપૂરમાં 7વોર્ડ ની 28 બેઠકો પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો મુકાબલો..
રાધનપુર પાલિકામા છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ નું સાસન,હવે પરિવર્તન કે પુનરાવર્તન જેને લઈને ચર્ચાએ પકડ્યો વેગ..
રાધનપુર નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે. ત્યારે રાધનપુર ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નગરપાલિકા ની ચૂંટણી ના ઉમેદવારોને જીતાડવાના હેતુ પુરજોશમાં પ્રચાર કર્યો હતો તેમજ રાધનપુરમાં જંગી સભાનું આયોજન થયું હતુ.
રાધનપૂરમાં 7વોર્ડ ની 28 બેઠકો પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.રાધનપુર નગર પાલિકા મા છેલ્લા દસ વર્ષ થી કોંગ્રેસ નું સાસન હતુ. ત્યારે આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન તેને લઈ ચર્ચા ચાલી રહી છે.ઉપસ્થિત મહાનુભાવોએ ઉમેદવારોનો પરિચય કરાવ્યા બાદ વહીવટી વાતો તેમજ 10 વર્ષ ના સાસન દરમ્યાન રાજ્ય સરકાર ની કિન્નખોરી રાખી ને કોંગ્રેસ ને કામ કરવા દીધી નહતી આપણે ફરી એકવાર સત્તા હસ્તગત કરીને અધૂરા રહેલા કામો પૂર્ણ કરવા કામે લાગી જવા જણાવ્યું હતુ.પાલિકા ની મુદત પૂર્ણ થયા બાદ 2 વર્ષ સુધી વહીવટદારનું સાશન હોવા છતાં શહેરનો વિકાસ કર્યો નથી પેનલ ટુ પેનલ વોટિંગ કરાવવાની વાત કરી હતી. સ્થાનિક ચૂંટણી હોઈ સ્થાનિક મુદ્દા પર ભાર મુક્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ રાધનપુરમા ગત મહિને એક સન્માન સમારંભ મા ભાજપ ને આડકતરી રીતે કહ્યું હતું કે રાધનપુર ને સ્વચ્છ બનાવો પછી જિલ્લાની માંગણી કરવી એનો મતલબ કે 2 વર્ષના વહીવટદાર ના સાશન મા એક પણ વિકાસ ના કામો થયા નથી.
પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકા ચાણસ્મા, હારીજ, રાધનપુર તેમજ સિદ્ધપુર નગર પાલિકાની બે વોર્ડ ની એક એક બેઠક પર પેટા ચૂંટણી,ઉપસ્થિત મહાનુભાવો એ ઉમેદવારો નો પરિચય કરાવ્યા બાદ વહીવટી વાતો તેમજ દસ વર્ષના સાસન દરમ્યાન રાજ્ય સરકાર ની કિન્નખોરી રાખી ને કોંગ્રેસ ને કામ કરવા દીધી ન હતી.આપણે ફરી એકવાર સત્તા હસ્તગત કરીને અધૂરા રહેલા કામો પૂર્ણ કરવા કામે લાગી જવા જણાવ્યું હતુ.
ન.પા.ની મુદત પૂર્ણ થયા બાદ 2 વર્ષ સુધી વહીવટદાર નું સાશન હોવા છતાં શહેર નો વિકાસ રૂંધાયો :-
રાધનપુરમાં નગર પાલિકાની મુદત પૂર્ણ થયા બાદ 2 વર્ષ સુધી વહીવટદાર નું સાશન હોવા છતાં શહેર નો વિકાસ કર્યો નથી.પેનલ ટુ પેનલ વોટિંગ કરાવવાની વાત કરી હતી. ત્યારે સ્થાનિક ચૂંટણી હોઈ સ્થાનિક મુદ્દા પર ભાર મુક્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ રાધનપુરમા ગત મહિને એક સન્માન સમારંભ મા ભાજપ ને આડકતરી રીતે કહ્યું હતું કે રાધનપુર ને સ્વચ્છ બનાવો પછી જિલ્લા ની માંગણી કરવી એનો મતલબ કે બે વર્ષ ના વહીવટ દાર ના સાશન મા એક પણ વિકાસ ના કામો થયા નથી.
રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)